• રવિવાર, 20 જુલાઈ, 2025

ભારત-ચીન સંબંધોમાં પાકિસ્તાનનું શું કામ ?

ચીનના વિદેશ મંત્રી સાથે વાતચીતમાં જયશંકરનું તડ ને ફડ

નવી દિલ્હી, તા.18 : ભારત અને ચીન દ્વિપક્ષીય સંબંધો અંગે વિદેશ મંત્રી એસ.જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યી સાથેની મુલાકાત દરમિયાન તડ અને ફડ કહી દીધું કે ભારત-ચીન સંબંધોમાં પાકિસ્તાનનું શું કામ છે ?

જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત-ચીન સંબંધોમાં કોઈ ત્રીજો પક્ષ, ખાસ કરીને પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. ઓકટોબર ર0ર4ની સમજૂતીને ટાંકતા કહયુ કે ડેપસાંગ અને ડેમચોક ક્ષેત્રમાં ભારતીય સેના ફરી એકવાર પેટ્રોલિંગ કરી રહી છે જેને ભારત સકારાત્મક માને છે. સિથર સરહદ જ ભારત-ચીનના સ્થિર સંબંધોનો આધાર છે. વધુમાં તેમણે ક્રિટિકલ મિનરલ્સ અને ખનીજો પર ચીને લગાવેલા નિકાસ પ્રતિબંધો અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક