• રવિવાર, 20 જુલાઈ, 2025

ભારત-પાક. સંઘર્ષમાં પાંચ લડાકુ વિમાન તોડી પડાયા’તા

રાષ્ટ્રપતિ ટ્રમ્પનો નવો દાવો : સીઝફાયર કરાવ્યાનું 24મીવાર રટણ !

વોશિંગ્ટન, તા.19 : ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત મે માસમાં 4 દિવસ સુધી થયેલા સશત્ર સંઘર્ષ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચંચૂપાત કરતાં  દાવો કર્યો કે આ સંઘર્ષ વખતે પાંચ લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. કયા દેશના કેટલા વિમાન તોડી પડાયા ? તે વિશે મગનું નામ મરી ન પાડી તેમણે બંન્ને દેશ વચ્ચે સીઝ ફાયર કરાવ્યાનો અત્યાર સુધીમાં ર4મીવાર દાવો કર્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવ્યાનું રટણ ચાલુ રાખતાં ટ્રમ્પે કહ્યંy કે તેમણે બન્ને દેશ વચ્ચેના તણાવને વેપાર સમજૂતી દ્વારા સમાપ્ત કર્યો હતો. પાંચ લડાકુ વિમાન તોડી પાડવામાં આવ્યાના ટ્રમ્પના દાવા અંગે ભારત તરફથી સત્તાવાર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ટ્રમ્પે શનિવારે ભારત-પાક. સંઘર્ષને ટાંકી કહ્યંy કે હાલત ગંભીર હતી. પરમાણુ હથિયારોથી સજ્જ બન્ને દેશ એકબીજા પર હુમલા કરી રહ્યા હતા. લડાકુ વિમાનોને નિશાન બનાવાઈ રહ્યા હતા. મને લાગે છે કે પાંચ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. ટ્રમ્પે આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટ્રેડની ધમકી દ્વારા સીઝફાયર કરાવ્યાનો અનેકવાર દાવો કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક