-‘ભારત વિરોધી’ ડ્રેગનના વિદેશ પ્રવક્તા જિયાનની આતંકવાદ સામે લડવા અપીલ
બીજિંગ,
તા. 19 : ભારત વિરોધી વલણ માટે કુખ્યાત ચીને આશ્ચર્યજનક ચેષ્ટારૂપે પહેલગામ આતંકવાદી
હુમલાની આકરી ટીકા કરી હતી.
ચીનનાં
વિદેશ મંત્રાલયના પ્રવકતા લીન જિયાને પત્રકારોને જણાવ્યું હતું કે, ચીન દરેક પ્રકારના
આતંકવાદનો સખત વિરોધ કરે છે અને 22 એપ્રિલના પહેલગામ હુમલાની નિંદા કરે છે.
અમેરિકાએ
પાકિસ્તાનને આંચકો આપતાં પાકનાં સમર્થનવાળા ધ રીઝિસ્ટંસ ફ્રન્ટ (ટીઆરએફ)ને આતંકવાદી
સંગઠન ઘોષિત કર્યા બાદ ચીને આવી ટિપ્પણી કરી હતી.
ભારતમાં
થયેલા હુમલાની ટીકા કરનાર ચીને ખંધાઇ તો બતાવી જ હતી. ડ્રેગને ટીઆરએફને સ્પષ્ટ શબ્દોમાં
આતંકવાદી સંગઠન લેખાવ્યું નહોતું.
એ હકીકત
પણ જાહેર, જગજાહેર છે કે, ચીન અંદરખાને આતંકને
પોષતાં પાકિસ્તાનને મદદ કરે છે, પછી ભલે એ તગડી શરતોનાં દબાણ હેઠળ હેય.
ચીની
વિદેશ પ્રવકતા જિયાને કહ્યું હતું કે, ચીન તમામ દેશોને આતંકવાદ વિરુદ્ધ સહયોગ વધારવા
અને ક્ષેત્રીય શાંતિ, સ્થિરતા જાળવવાની અપીલ કરે છે.