• રવિવાર, 20 જુલાઈ, 2025

પાક. ટીઆરએફનાં સમર્થનમાં

અમેરિકી પ્રતિબંધના બીજા દિવસે વિદેશમંત્રી ડારે કબૂલ્યું : યૂનોમાંથી નામ કઢાવ્યું હતું

ઈસ્લામાબાદ, તા. 19 : આતંકવાદને પોષતું પાકિસ્તાન આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટંસ ફ્રન્ટ (ટીઆરએફ)નાં સમર્થનમાં ઉતર્યું છે. પાક વિદેશમંત્રી ઈશાક ડારે સંસદમાં ભાષણ દરમ્યાન ખુલેઆમ ટીઆરએફનું સમર્થન કર્યું હતું.

ડારેએ સંસદમાં સ્વીકાર્યું હતું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં એ નિવેદનમાંથી ટીઆરએફનું નામ હટાવવા માટે દખલ કરી હતી, જેમાં પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરાઈ હતી.

મને ઘણા દેશોના ફોન આવ્યા હતા, પરંતુ નહોતા માન્યા અને યૂનોની સુરક્ષા પરિષદનાં નિવેદનમાંથી ટીઆરએફનું નામ હટાવાયું હતું, તેવું પાક વિદેશમંત્રીએ કહ્યું હતું.

છીછરાઈભરી માનસિક્તાની પ્રતીતિ કરાવતાં ડારે કહ્યું હતું કે, ટીઆરએફ દ્વારા હુમલો કરાયો હતો, તેવું સાબિત કરતા પુરાવા આપો.

જ્યાં સુધી ટીઆરએફ ખુદ જવાબદારી નહીં લે, ત્યાં સુધી અમે તેને દોષી નથી માનવાના, તેવું પાક વિદેશમંત્રીએ જણાવ્યું હતું.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, ટીઆરએફ દ્વારા ખુદ જાહેરમાં હુમલાની જવાબદારી સ્વીકારાઈ હતી. અમેરિકા અને ભારતની ગુપ્તચર એજન્સીઓએ લશ્કર-એ-તોયબા સાથે ટીઆરએફના સંબંધને સમર્થન આપ્યું છે.

હજુ શુક્રવારે જ  અમેરિકાએ ટીઆરએફને પ્રતિબંધિત આતંકી જૂથ જાહેર કર્યું હતું. ભારતના વિદેશમંત્રી જયશંકરે આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક