• શુક્રવાર, 13 માર્ચ, 2026

યુએનમાં પેલેસ્ટાઈનની આઝાદીને ભારતનું સમર્થન

માત્ર કાગળ પર નહીં, કાયમી ઉકેલ માટે ટૂ સ્ટેટ સોલ્યૂશનનો પુનરોચ્ચાર

ન્યુયોર્ક, તા.30 : ભારતે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા ટૂ-સ્ટેટ સોલ્યૂસનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુકત રાષ્ટ્રમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષના કાયમી સમાધાન શોધવાના ઈરાદે એક કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારતે પેલેસ્ટાઈનની આઝાદીનું સમર્થન કર્યુ હતું.

યુએનમાં ભારતના પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે કહયુ કે આપણે દસ્તાવેજી સમાધાનોથી સંતુષ્ટ ન થવું જોઈએ. પરંતુ વાસ્તવિક ઉકેલ લાવવા પ્રયાસ કરવો જોઈએ જે ખરેખર આપણાં પેલેસ્ટાઈની ભાઈઓ અને બહેનોના જીવનમાં બદલાવ લાવી શકે. તેમણે આને મહાન પ્રયાસ ગણાવતાં ભારતનું તેમાં સંપૂર્ણ સમર્થન જાહેર કર્યુ હતુ. આંતરરાષ્ટ્રીય સમુદાય માને છે કે ટૂ સ્ટેટ સોલ્યૂશનનો કોઈ અન્ય વિકલ્પ નથી. આ સમાધાન દ્વારા શાંતિ કાયમ કરવાની દિશામાં અત્યાર સુધી નક્કી કરેલા માર્ગ પર વિચાર કરવાની તક આપે છે.

પેલેસ્ટાઈન માટે 14 દેશોએ બનાવ્યું યુનિયન : ઈઝરાયલને ઝટકો

તેલ અવીવ, તા. 30 : ગાઝામાં હમાસ સામે લડી રહેલા ઈઝરાયલને યુરોપીય દેશો તરફથી ઝટકો લાગી રહ્યો છે. બ્રિટન અને ફ્રાન્સ તરફથી પેલેસ્ટાઈનને માન્યતા આપવાના નિવેદનો વચ્ચે હવે 14 દેશના જૂથે ઈઝરાયલ સામે મોરચો ખોલ્યો છે. એન્ડોરા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, આઈસલેન્ડ, આયરલેન્ડ, લગ્ઝમબર્ગ, માલ્ટા, ન્યુઝીલેન્ડ, નેર્વે, પોર્ટુગલ, સાન મારિનો, સ્લોવેનિયા અને સ્પેને કહ્યું છે કે જો ઈઝરાયલ ગાઝામાં હુમલા નહીં રોકે તો પેલેસ્ટાઈનને માન્યતા આપવામાં આવશે. આ માટેનો પ્રસ્તાવ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રજૂ કરવામાં આવશે. 

ઇ-પેપરના નવા શુલ્ક