મહાભિયોગ
વિરોધી અરજી પર સુનાવણીમાં સુપ્રીમની જસ્ટિસ યશવંત વર્માને ફટકાર
નવી
દિલ્હી, તા. 30 : મુખ્ય ન્યાયમૂર્તિ કોઇ પોસ્ટ ઓફિસ નથી. તેમની પણ દેશ પ્રત્યે કંઇક
જવાબદારી છે. જો મુખ્ય ન્યાયમૂર્તિ પાસે એવી કોઇ ચીજ છે, જેનાથી કોઇ ગરબડ થઇ શકે છે,
તો તેઓ રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાનને જાણ કરી શકે છે, તેવા શબ્દો સાથે સુપ્રીમકોર્ટે
બુધવારે જસ્ટિસ યશવંત વર્માને ફટકાર લગાવી હતી.
રોકડ
નોટોનાં પ્રકરણમાં ન્યાયમૂર્તિ વર્માની સુનાવણી પર ફેંસલો સુરક્ષિત રાખતાં સુપ્રીમકોર્ટે
જસ્ટિસ યશવંત વર્માનાં આચરણ પર સવાલ ઉઠાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે,
તેમનો વ્યવહાર ભરોસાને લાયક નથી. તપાસ સમિતિની પ્રક્રિયા સામે વાંધો હતો તો તે વખતે
જ પડકાર કેમ ન ફેંક્યો. મહાભિયોગથી ભલામણને પડકારતી અરજી પર આજે સુનાવણી થઇ હતી. પૂર્વ
મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ ખાસ સમિતિ રચી હતી, તેની તપાસનાં તારણના આધારે પૂર્વ
મુખ્ય ન્યાયમૂર્તિએ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જસ્ટિસ વર્મા સામે મહાભિયોગની ભલામણ
કરી હતી.
ખંડપીઠમાં
સામેલ ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને એ.જી. મસિહે જણાવ્યું હતું કે, જસ્ટિસ વર્માએ
પહેલાં જ સુપ્રીમમાં આવવું જોઇતું હતું. તપાસ સમિતિએ દોષી ઠરાવ્યા પછી નહીં.