ભારતને મળ્યો અમેરિકાનો સાથ, ચીન પાક.ની વહારે ન આવ્યું : આતંકી સંગઠનની ભૂમિકા સ્પષ્ટ થઈ
ન્યુયોર્ક, તા.31 : સંયુકત રાષ્ટ્ર
સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને લપડાક પડી છે તો અમેરિકાના સાથથી ભારતને મોટી સફળતા મળી
છે. પહલગામ આતંકવાદી હુમલામાં સામેલ ધ રેસિસ્ટેન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ને પહેલીવાર આતંકવાદી
સંગઠન તરીકે સીધી રીતે જોડવામાં આવ્યુ છે. યુએનના એક રિપોર્ટમાં ટીઆરએફની ભૂમિકાને
સ્પષ્ટ રીતે ટાંકવામાં આવી છે. ખાસ વાત છે કે યુએનએસસીમાં કાયમ સાથે રહેતાં ચીને પણ
આ વખતે ટીઆરએફ મુદ્દે પાકિસ્તાનનો સાથ આપ્યો નથી.
રર એપ્રિલે કરાયેલા પહલગામ હુમલામાં
ર6 નિદોર્ષ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. આ હુમલાની જવાબદારી ટીઆરએફ એ લીધી હતી જેને
લશ્કરે તોઈબાનો જ એક મોરચો માનવામાં આવે છે.યુએનએસસીની અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ
પર નજર રાખતી ટીમના દ્વિવાર્ષિક રિપોર્ટમાં જણાવાયું કે એક સદસ્ય દેશ અનુસાર પહલગામ
હુમલો લશ્કરે તોઈબાની મદદ વિના સંભવ ન હતો. અને ટીઆરએફ તથા તોઈબા વચ્ચે સીધો સંબંધ
છે. અમેરિકાએ કહ્યંy કે ટીઆરએફ અને એલઈટી એક જ સંગઠન છે. જો કે સંયુકત રાષ્ટ્રની સુરક્ષા
પરિષદના અસ્થાયી સદસ્ય પાકિસ્તાને રિપોર્ટમાં કરવામાં આવેલી આવી વ્યાખ્યા સામે વાંધો
ઉઠાવ્યો હતો અને દાવો કર્યો કે એલઈટી હવે નિક્રિય છે.
આ પહેલા 17 જુલાઈએ અમેરિકાએ ટીઆરએફને
એક વિદેશી આતંકવાદી સંગઠન અને વૈશ્વિક વિશેષ નામિત સંગઠન જાહેર કર્યું હતું. ત્યાર
બાદ પાકિસ્તાના વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં નિવેદન આપ્યું હતું કે તેમને હવે ટીઆરએફને
આતંકવાદી સંગઠન માનવામાં કોઈ વાંધો નથી. ડારે અગાઉ યુએનએસસીના પ્રેસ સ્ટેટમેન્ટમાંથી
ટીઆરએફનો ઉલ્લેખ દૂર કરાવ્યો હતો.