કુલ 1,311 રસ્તા બંધ :
ટ્રેનો
રદ : અનેક વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર
નવી
દિલ્હી, તા.2: હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો. રાજ્યમાં
ભારે વરસાદના કારણે સ્થિતિ અત્યંત બદતર બની ગઈ છે. રેલ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી
છે. છ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 1,311 રસ્તા બંધ છે. એક અહેવાલ મુજબ, કુલ્લૂ અને
મંડીમાં લગભગ 2,000 વાહનો ફસાઈ ગયા છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન
વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારો માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ
જાહેર કર્યું છે.
હવામાન
વિભાગે ચંબા, કાંગડા અને કુલ્લૂ જિલ્લાઓના વિવિધ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ
માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મંડી, શિમલા, સોલન, સિર્મોર, કિનૌર અને લાહૌલ-સ્પીતી
જિલ્લાઓના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ છે. ઉના, બિલાસપુર અને હમીરપુર માટે યેલો
એલર્ટ આપવામાં આવ્યું છે.
હિમાચલ
પ્રદેશમાં 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 1,311 રસ્તા બંધ છે. જેમાં મંડી જિલ્લામાં સૌથી
વધુ 289 રસ્તા બંધ છે. શિમલામાં 241, ચંબામાં 239, કુલ્લૂમાં 169 અને સિર્મોર જિલ્લામાં
127 રસ્તા બંધ છે. શિમલા-કાલકા રેલમાર્ગ પર
ભૂસ્ખલનને પગલે તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આ ટ્રેન
સેવાઓ 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત રહેશે.