• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

સરકાર કોની છે, કોની હતી તેનાથી કોર્ટને કોઈ મતલબ નથી : સુપ્રીમ

- રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સત્તા મુદ્દે સુનાવણીમાં તીખી દલીલબાજી

નવી દલ્હી, તા.2: વિધાનસભામાં પસાર વિધેયકોને મંજૂર કરવા માટે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે 90 દિવસની સમયમર્યાદા નક્કી કરવાનાં કાનૂની વિવાદમાં રાષ્ટ્રપતિનાં રેફરન્સ ઉપર આજે અદાલતમાં સુનાવણી થઈ હતી અને આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલોની સત્તા અંગે સત્તા ક્યા પક્ષની છે કે પછી અગાઉ કોની સરકાર હતી તેનાં આધારે નક્કી નહીં થાય.

અદાલતે આ ટિપ્પણી ત્યારે કરી હતી જ્યારે તામિલનાડુ અને કેરળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા અભિષેક મનુ સિંઘવી અને સોલિસિટર જનરલ તુષાર મહેતા વચ્ચે તીખી દલીલો થવા લાગી હતી. બન્ને એવું કહેવા લાગ્યા હતાં કે, ક્યારે ક્યા રાજ્યપાલે ક્યું વિધેયક રોક્યું હતું. સિંઘવીએ આ ચર્ચામાં એવું પણ કહ્યું હતું કે, તામિલનાડુ અને કેરળનાં રાજ્યપાલોએ ક્યારે ક્યું વિધેયક અટકાવ્યું તેનો આખો ચાર્ટ મારી પાસે છે. જેને પગલે તુષાર મહેતાએ કહ્યું હતું કે, આ વિધેયકો ઉપર પૂરું મંથન કરવામાં આવ્યું હતું અને પછી જ નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમણે આગળ કહ્યું હતું કે, જો તમે ખોટા માર્ગે જવા માગતાં હોય તો મને તેમાં પણ કોઈ તકલીફ નથી. હું એ રસ્તે પણ ચાલી શક છું. આ રાષ્ટ્રપતિનાં રેફરન્સનો મામલો છે. જેને પગલે સિંઘવીએ કહ્યું હતું કે, આવી કોઈ ધમકી ચાલવાની નથી.

આવી તુતુ-મેંમેં વધુ કટુ બનતી જોઈને ચીફ જસ્ટિસ ગવઈએ દખલ કરતાં કહ્યું હતું કે, આ અદાલતને હું રાજનીતિનો મંચ બનવા દેવા નથી માગતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક