નવી દિલ્હી, તા.8: મધ્યપ્રદેશનાં એક દુર્ઘટનાનાં દાવાનાં કેસમાં સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ફેંસલો આપતાં કહ્યું હતું કે, જો દુર્ઘટનામાં બાળકનું મૃત્યુ થાય અથવા તો તેને કાયમી વિકલાંગતા આવે તો ક્ષતિપૂર્તિની ગણના માટે તેને કુશળ કામદાર ગણીને વળતર ચૂકવવામાં આવશે.
રાજ્યમાં
દુર્ઘટના સમયે કુશળ શ્રમિક માટે જે ન્યૂનતમ વેતન નિર્ધારિત થયેલું હશે તેને જ બાળકની
આવક માનવામાં આવશે. દાવેદાર વ્યક્તિને ન્યાયાધિકરણ સમક્ષ લઘુતમ વેતનનાં સંબંધે દસ્તાવેજો
રજૂ કરવાનાં રહેશે.
સુપ્રીમ
કોર્ટે કહ્યું હતું કે, જો તે એવું ન કરી શકે તો આ દસ્તાવેજોને રજૂ કરવાની જવાબદારી
વીમા કંપનીની રહેશે. આ આદેશનાં કડક પાલન માટે તમામ દાવા ન્યાયાધિકરણોને મોકલવામાં આવશે.