• બુધવાર, 22 જુલાઈ, 2026

ઉ. કાશ્મીરમાં 90 ટકાથી વધારે સામૂહિક કબર આતંકીઓની નવા અભ્યાસમાં સામે આવી જાણકારી

61.5 ટકા કબર વિદેશી આતંકીઓની હોવાનો દાવો

નવી દિલ્હી, તા. 8 : ઉત્તર કાશ્મીરમાં 4056 અજ્ઞાત કબર અંગે અનેક અટકળો બાદ હવે સામે આવ્યું છે કે તમામ કબર બહારી અને સ્થાનિક આતંકવાદીઓની છે. એક નવા અભ્યાસમાં આ જાણકારી મળી છે. અનરેવલિંગ ધ ટ્રુથ : એ ક્રિટિકલ સ્ટીડી ઓફ અનમાર્ક એન્ડ અનઆઈડેંટિફાઈડ ગ્રેવ્સ ઈન કાશ્મીર શિર્ષકનો રિપોર્ટ કાશ્મીર સ્થિત ગેર સરકારી સંગઠન સેવ યુથ સેવ ફ્યુચર  ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા અભ્યાસ ઉપર આધારીત છે.

રિપોર્ટ અનુસાર 2493 કબર (લગભગ 61.5 ટકા) વિદેશી આતંકી આતંકવાદીઓની છે. જે આતંકવાદ વિરોધી અભિયાનમાં માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસે ઓળખનો પુરાવો હોતો નથી, જેના કારણે તેનું નેટવર્ક છુપાયેલુ રહેતું હતું અને પાકિસ્તાન આવી ઘટનાઓનો ઈનકાર કરતું હતું. આ ઉપરાંત 1208 કબર સ્થાનિક આતંકવાદીઓની હતી. જે સુરક્ષા દળ સાથેની અથડામણમાં ઠાર થયા હતા.  શોધકર્તાઓએ ઉત્તર કાશ્મીરના સરહદી જીલ્લા બારામૂલા, કુપવાડા અને બાંદીપોરા થતા મધ્ય કાશ્મીરના ગાંદરબલમાં 373 કબરનું નિરિક્ષણ અને દસ્તાવેજીકરણ કર્યું હતું. અભ્યાસમાં સામેલ વજાહત ફારુક ભટના કહેવા પ્રમાણે 2018મા અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો અને 2024મા આધારભૂત કામગીરી પૂરી થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક