પહલગામ હુમલા બાદ વોન્ટેડ 14માંથી વધુ એક ઠાર, હવે 6 બાકી
શ્રીનગર, તા.9 : જમ્મુ-કાશ્મીરના
કુલગામના ગુદરના જંગલમાં સુરક્ષા દળોએ એક એન્કાઉન્ટરમાં બે આતંકવાદીને ઠાર માર્યા છે
જેમાં પહલગામમાં હુમલા બાદ રડારમાં રહેલા સ્થાનિક 14 આતંકવાદીમાંથી એક શોપિયાનો રહેવાસી
સી કેટેગરીનો આતંકવાદી આમિર અહમદ ડાર સામેલ છે.
સુરક્ષા દળોના રડારમાં રહેલા 14 સ્થાનિક આતંકવાદીઓની યાદીમાંથી અત્યાર સુધીમાં
8 ઢેર થઈ ચૂક્યા છે અને હવે બાકીના 6 અબૂ ઉબૈદા, આદિલ રહેમાન, આસિફ અહમદ, નસીર અહમદ,
હારુન રશીદ અને જાકિર અહમદની શોધખોળ ચાલુ છે. ઠાર મરાયેલો લશ્કરે તોઈબાનો આતંકી આમિર
ઘાટીમાં સક્રિય હતો અને પાકિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને આતંકવાદ ફેલાવી રહયો હતો.
સપ્ટેમ્બર 2023થી તે સક્રિય હતો. પહેલગામ હુમલા પછી સુરક્ષા એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલા
14 આતંકવાદીઓની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 3-4 આતંકવાદીની હાજરીની માહિતી
મળ્યા બાદ પોલીસ, સેનાની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.