વધુ
એક લોકપ્રિય દેશનો ભારતીયોને ઝટકો : નવો ટ્રેન્ડ હવે જર્મની તરફ
ટોરન્ટો,
તા.10 : અમેરિકા પછી હવે કેનેડાએ ભારતને જોરદાર ઝટકો આપતાં વર્ષ ર0રપમાં અત્યાર સુધીમાં
80 ટકા ભારતીય છાત્રોના વિઝા ફગાવી દીધા છે. વિઝા અરજીઓ નામંજૂર કરાઈ છે તેમાં અન્ય
દેશોની તુલનાએ ભારતીય છાત્રો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.
ઇમિગ્રેશન,
રેફ્યુજીસ એન્ડ સીટીઝનશિપ કેનેડા (આઈઆરસીસી) અનુસાર, કેનેડાએ ર0રપમાં 80 ટકા ભારતીય
વિદ્યાર્થી વિઝા અરજીઓ નકારી કાઢી છે જે એક દાયકામાં સૌથી વધુ છે. એશિયા અને આફ્રિકાના
અન્ય દેશોના અરજદારોની વિઝા અરજીઓ પણ નકારી કાઢવામાં આવી છે પરંતુ ભારતીય વિદ્યાર્થીઓને
સૌથી વધુ અસર થઈ છે. કેનેડાના આ પગલાથી ત્યાંની કોલેજોમાં નોંધણી પર અસર પડી છે. કેનેડિયન
સરકારના ડેટા અનુસાર, 2024 માં 1.88 લાખ નવા ભારતીય વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ
આપવામાં આવ્યો હતો, જ્યારે બે વર્ષ પહેલા સુધી આ સંખ્યા બમણાથી વધુ હતી.
અમેરિકા
અને કેનેડા પ્રતિકૂળ બનતાં ભારતીય વિદ્યાર્થીઓનો ટ્રેન્ડ હવે જર્મની તરફ વળી ગયો છે.
કેનેડા હવે ફક્ત 9 ટકા વિદ્યાર્થીઓની પહેલી પસંદગી છે. કેનેડા ભારત સહિત વિશ્વભરના
દેશોના વિદ્યાર્થીઓ માટે તેના દરવાજા બંધ કરી રહ્યું છે, કારણ કે ત્યાં રહેણાક સુવિધાઓનો
ભારે અભાવ છે. ઉપરાંત માળખાગત સુવિધાઓ પર દબાણ છે.