તપાસમાં
સીબીઆઈ, ઈડી સહિતની 16 એજન્સી સામેલ
નવી
દિલ્હી, તા. 10 : રિલાયન્સ સમૂહના વનતારા ઉપર લાગેલા આરોપીની તપાસ માટે બનાવવામાં આવેલી
સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એસઆઈટી)એ જાનવરોના બચાવ અને પુર્નવાસના પ્રબંધન ઉપર લગભગ
200 સવાલ પૂછયા છે. આ માહિતી સૂત્રોમાંથી મળી આવી છે. સવાલોના દાયરામાં આર્થિક લેવડદેવડનો
ઉંડાઈથી હિસાબ, વિદેશથી જાનવરો લાવવાની પ્રક્રિયા, વન્યજીવ અને પ્રાણી સંગ્રહાલયના
સંચાલનના નિયમોનું પાલન, જાનવરોની સાચવણીની સુવિધા વગેરે સામેલ છે.
સુપ્રીમ
કોર્ટના પૂર્વ જસ્ટિસ ચેલમેશ્વરના નેતૃત્વની એસઆઈટીએ ગયા અઠવાડિયે ત્રણ દિવસ વનતારાની
અંદર સુવિધા અને વ્યવસ્થાની તપાસ કરી રહી છે.
કહેવાય
છે કે એસઆઈટી સભ્યોએ જાનવરોના ટ્રાન્સફર, ફંડિંગ, વેટરનરી સુવિધા અને કાયદાકીય મંજૂરીના
દસ્તાવેજો ચકાસ્યા હતા. ટીમે વન્યજીવ (સંરક્ષણ) કાનૂન, પ્રાણી સંગ્રહાલયના નિયમો અને
આંતરરાષ્ટ્રીય પરંપરાના પાલનને પરખવા માટે વંતારામાં બનેલી વાડ, ક્વોરન્ટીન સુવિધા
અને ચિકિત્સા વ્યવસ્થાની પણ તપાસ કરી હતી. એસઆઈટીએ મદદ માટે 16 અન્ય એજન્સીઓને પણ બોલાવી
છે. જેમાં સીબીઆઈ, ઈડી, ડબલ્યુસીસીબી, ડીઆરઆઈ વગેરે સામેલ છે.