• ગુરુવાર, 23 જુલાઈ, 2026

17મીએ ફૂટશે રાહુલનો હાઈડ્રોજન બોમ્બ ?

-વડાપ્રધાન મોદીના જન્મદિને મોટો ખુલાસો કરે તેવી સંભાવના

નવી દિલ્હી, તા.13 : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાહેરમાં અનેકવાર કહી ચૂકયા છે કે તેઓ મોટા ખુલાસા રુપી હાઈડ્રોજન બોમ્બ ફોડશે. હવે આ હાઈડ્રોજન બોમ્બ ફૂટવાની સંભવત તારીખ સામે આવી છે.

જાણકારો અનુસાર, રાહુલ ગાંધીના હાઇડ્રોજન બોમ્બ અંગે એક નવું અપડેટ બહાર આવ્યું છે. તેઓ ક્યારે બોમ્બ વિસ્ફોટ કરશે તેની સંભવિત તારીખ બહાર આવી છે. આગામી 17મીએ કથિત મત ચોરીના આરોપનો તેઓ બીજો ભાગ જાહેર કરી શકે છે. રાહુલ ગાંધી તેને હાઇડ્રોજન બોમ્બ કહી રહ્યા છે. સૂત્રો કહે છે કે તેઓ 17 સપ્ટેમ્બરે હાઇડ્રોજન બોમ્બ વિસ્ફોટ કરશે અને પછી કેટલાક નવા ખુલાસા થશે. તેમની મતદાતા અધિકાર યાત્રાના અંતે, તેમણે પટણામાં જાહેરાત કરી હતી કે તેઓ મત ચોરીનો હાઇડ્રોજન બોમ્બ ફેંકશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હરિયાણા વિધાનસભા ચૂંટણી અને વારાણસી લોકસભા બેઠકના ચૂંટણી પરિણામો સાથે સંબંધિત હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે  વડાપ્રધાન મોદીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરે છે. અહેવાલ મુજબ કથિત વોટ ચોરીના અણુ બોમ્બ પછી, રાહુલ ગાંધી હવે હાઇડ્રોજન બોમ્બથી રાજકીય હલચલ મચાવવા માટે તૈયાર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક