-14 વર્ષમાં વિશ્વનો સૌથી શક્તિશાળી અને અત્યાર સુધીનો છઠ્ઠો સૌથી શક્તિશાળી ભૂકંપ
નવી
દિલ્હી, તા.13: યુદ્ધગ્રસ્ત રશિયાના પૂર્વી કિનારે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ
અનુભવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ભૂકંપ જુલાઈમાં આવેલા 8.8ની તીવ્રતાના ભૂકંપના
વિસ્તારમાં જ આવ્યો છે. આ ભૂકંપના કારણે પ્રશાંત મહાસાગરમાં સુનામીની ચેતવણી આપવામાં
આવી હતી. અધિકારીઓ હાલ કોઈપણ સંભવિત સુનામીના જોખમની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
જોકે, હજુ સુધી આ ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિની ઘટના સામે આવી નથી.નોંધનીય
છે કે, રશિયાના કામચટકા વિસ્તારમાં જુલાઈમાં પણ 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ
દરમિયાન પૂર્વ રશિયામાં ભારે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપના કારણે જાપાન, અમેરિકા
અને અનેક પ્રશાંત મહાસાગરના દેશોને સુનામી ચેતવણી આપવામાં આવી હતી.