આસામમાં પીએમ મોદીના કોંગ્રેસ ઉપર પણ પ્રહાર : કોંગ્રેસને દેશવિરોધી અને ઘૂસણખોરોની રક્ષક ગણાવી
નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ આસામના દરાંગમાં એક જનસભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઓપરેશન
સિંદૂર ઉપર વાત કરતા કહ્યું હતું કે મા કામાખ્યાના આશીર્વાદથી ઓપરેશન સિંદૂરમાં જોરદાર
સફળતા મળી છે. આ સાથે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ ભગવાન શિવના ભક્ત
છે અને બધું ઝેર ઓગાળી જાય છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આસામ અને નોર્થ ઈસ્ટના વિકાસ
માટે કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકાર પુરી ઈમાનદારીથી કામ કરી રહી છે. આ સાથે
કોંગ્રેસને ઘેરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ ઘુસણખોરો અને દેશવિરોધીઓની રક્ષા
બની ગઈ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આસામના મહાન સંતાનો અને પુર્વજોએ
જે સપનું જોયું હતું તેને સાકાર કરવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પીએમએ કેંગ્રેસ
ઉપર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે ભારપ સરકારે ભુપેન હજારિકાને
ભારત રત્ન આપ્યો ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ કહ્યું હતું કે નાચવા ગાવા વાળાને મોદી ભારત
રત્ન આપી રહ્યા છે. આ નિવેદન આસામ અને તેમના લોકોના યોગદાનનું અપમાન હતું.
પીએમ મોદીએ કહ્યું હતું કે સામાન્ય
રીતે પોતાને કેટલી પણ ગાળો મળે તેઓ ભગવાન શિવના ભક્ત છે અને ઝેર ગળેથી ઉતારી જાય છે.
જો કે અન્ય કોઈનું અપમાન થાય તો ચુપ રહી શકતા નથી. પીએમ મોદીએ કોંગ્રેસને ઘેરતા કહ્યું
હતું કે કોંગ્રેસ માટે પોતાની વોટ બેંકનું હિત સૌથી મોટુ છે. કોંગ્રેસને દેશહિત સાથે
કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ વર્તમાન સમયે દેશવિરોધી અને ઘુસણખોરોની રક્ષક બની ચુકી
છે. જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે ઘુસણખોરોને પ્રોત્સાહન આપતી હતી અને હવે કોંગ્રેસ
ઈચ્છે છે કે ઘુસણખોરો હંમેશા માટે ભારતમાં જ વસે.