• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પોલીસ કસ્ટડીમાં મૃત્યુ, CCTV મુદ્દે સુપ્રીમનું સ્વયં સંજ્ઞાન માનવાધિકાર ભંગ અંગે ચિંતા દર્શાવી : પીઆઈએલ પર આજે સુનાવણી

નવી દિલ્હી, તા.14 : પોલીસ કસ્ટડીમાં મૃત્યુ અને પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી ચાલતાં ન હોવા અંગે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે જેની સુનાવણી સોમવારે થવાની છે.

સુપ્રીમ કોર્ટે દેશભરના પોલીસ સ્ટેશનોમાં કાર્યરત ન હોય અથવા ગુમ થયેલા સીસીટીવી કેમેરા અંગે સખત વલણ દાખવ્યું છે. કોર્ટ સોમવારે મીડિયા રિપોર્ટના આધારે આ મામલે દાખલ કરાયેલી સુઓ મોટો પીઆઈએલ પર સુનાવણી જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ કરશે. અરજીમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ અને માનવાધિકાર ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. 4 સપ્ટેમ્બરના રોજ  એક મીડિયા રિપોર્ટને ટાંકી કોર્ટે કહ્યું હતું કે આ વર્ષના પહેલા સાતથી આઠ મહિનામાં પોલીસ કસ્ટડીમાં 11 મૃત્યુ થયા છે. આવી સ્થિતિમાં, સીસીટીવી કેમેરાનો અભાવ એક ગંભીર મુદ્દો છે. વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે જેથી માનવાધિકાર ઉલ્લંઘન અટકાવી શકાય. કોર્ટે જે મીડિયા રિપોર્ટ પર આધાર બનાવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દેશના ઘણા પોલીસ સ્ટેશનોમાં હજુ પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી અથવા કામ કરી રહ્યા નથી, જેના કારણે પોલીસ કસ્ટડીમાં થતા મૃત્યુ અને અમાનવીય વર્તન પર નજર રાખવી મુશ્કેલ બની જાય છે. સુપ્રીમ કોર્ટ હવે આ ગંભીર મુદ્દા પર જાતે દેખરેખ રાખી સુનાવણી કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક