મધ્ય ફિલિપિન્સના સેબુ પ્રાંતમાં તબાહી : પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
નવી
દિલ્હી, તા. 1 : ફિલિપિન્સમાં ભુકંપે ભારે તબાહી મચાવી છે. મધ્ય ફિલિપિન્સના સેબૂ પ્રાંતમાં
મંગળવારે રાત્રે આવેલા 6.9ની તીવ્રતાના ભૂકંપમાં અત્યારસુધીમાં 69 લોકોએ જીવ ગુમાવ્યા
છે અને ઘણા લોકોને ઈજા પહોંચી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ ભૂકંપથી થયેલા જાનમાલના
નુકસાન ઉપર સંવેદના વ્યક્ત કરી છે.
ફિલિપિન્સના
જ્વાળામુખી અને ભૂકંપ વિજ્ઞાન સંસ્થાનના કહેવા પ્રમાણે સ્થાનિક સમય અનુસાર મંગળવારે
રાત્રે 9.59 વાગ્યે સેબુ પ્રાંતમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બાદમાં સંસ્થાએ
તીવ્રતા 6.9ની નોંધી હતી અને કહ્યું હતું કે ભૂકંપ બોગો શહેરથી લગભગ 19 કિમી ઉત્તર
પૂર્વમાં પાંચ કિમીની ઉંડાઈએ કેન્દ્ર બિંદૂ ધરાવતો હતો.
ભૂકંપની
અસર મધ્ય ફિલિપિન્સના ઘણા પડોસી પ્રાંતની સાથે સાથે દક્ષિણી ફિલિપિન્સના અમુક ક્ષેત્રમાં
પણ અનુભવાઈ હતી. ભૂકંપના કારણે ઘણા ગામ અને સડકોને ભારે નુકસાન પહોંચ્યું છે. વીજળીની
લાઈનો તૂટી જતા ઘણા વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો છે. હકીકતમાં ફિલિપિન્સ પ્રશાંત મહાસાગયરના
રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે. જે ભૂકંપ અને જ્વાળામુખી ગતિવિધિ માટે સંવેદનશિલ ક્ષેત્ર
છે.
પીએમ
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું હતું કે, ફિલિપિન્સમાં ભૂકંપના કારણે
થયેલી જાનમાલની હાનિ અને વ્યાપક ક્ષતિના અહેવાલો સાંભળીને દુ:ખ થયું છે. તેઓની સંવેદના
અને પ્રાર્થના શોકમાં ડુબેલા પરિવારો સાથે છે. તેઓ ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની
પ્રાર્થના કરે છે. ભારત આ કઠિન સમયમાં ફિલિપિન્સની સાથે છે.
4