• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

મુકેશ અંબાણી સૌથી ધનિક, અદાણી બીજા ક્રમે

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ

2025 : 12490 કરોડની સંપત્તિ સાથે શાહરુખની એન્ટ્રી 

નવી દિલ્હી, તા.1 : ભારતમાં શ્રીમંતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એમ3એમ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ ર0રપ  મુજબ ભારતીય અબજોપતિઓની સંખ્યા 350થી વધુ થઈ છે. મુકેશ અંબાણી ફરી એકવાર સૌથી ધનિક જાહેર થયા છે. ખાસ વાત એ છે કે બોલીવૂડ કિંગ ખાન શાહરૂખ ખાને પહેલીવાર અબજોપતિઓની ક્લબમાં એન્ટ્રી કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ રૂ.9.55 લાખ કરોડ છે. ગૌતમ અદાણી અને તેમનો પરિવાર રૂ.8.15 લાખ કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. શાહરૂખ ખાન પણ આ યાદીમાં પહેલી વાર સામેલ થયા છે જે રૂ.12490 કરોડની કુલ સંપત્તિ સાથે ભારતના ટોચના અબજોપતિઓની ક્લબમાં જોડાયા છે.

ઇ-પેપરના નવા શુલ્ક