49
નક્સલી ઉપર કુલ એક કરોડથી વધારેનું ઈનામ : સુરક્ષા દળોને મોટી સફળતા
બીજાપુર,
તા. 2 : છત્તીસગઢમાં ચાલી રહેલા નક્સલવાદ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને ખુબ મોટી
સફળતા મળી છે. પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા જવાના ડરે માઓવાદી સંગઠનમાં સક્રિય કુલ
103 નક્સલીએ હિંસાનો રસ્તો છોડીને આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં
49 નક્સલી ઉપર 1.07 કરોડ રૂપિયાનું ઈનામ છે. સરેન્ડર કરનારા નક્સલીઓમાં ઘણા છત્તીસગઢમાં
સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના બનાવોમાં વોન્ટેડ છે.
કેન્દ્રીય
ગૃહ મંત્રી અમિત શાહ 4 ઓક્ટોબરના રોજ બસ્તરના કાર્યક્રમમાં સામેલ થવાના છે. તેઓની મુલાકાત
પહેલા નક્સલ સંગઠનમાં થયેલી તુટને મોટી સફળતા માનવામાં આવી રહી છે. બીજાપુરમાં દશેરાના
દિવસે જ 103 નક્સલીઓનું સરેન્ડ માઓવાદી સંગઠનને મોટો ઝટકો છે. તમામ નક્સલીઓએ એસપી કાર્યાલયમાં
સરેન્ડર કર્યું હતું. છત્તીગસઢના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં નક્સલવાદીઓ
આત્મસમર્પણ માટે પહોંચ્યા હતા.