ટ્રમ્પે કહ્યું, મહિનાના અંતમાં જિનપિંગ
સાથે મુલાકાત કરશે
નવી
દિલ્હી, તા. 2 : અમેરિકા દ્વારા દુનિયાના તમામ દેશ ઉપર લાદવામાં આવેલા ટેરિફને ટ્રમ્પે
અર્થતંત્ર માટે સારા ગણાવ્યા છે તો બીજી તરફ એવા ઉદાહરણ પણ સામે આવ્યા છે જે ટ્રમ્પના
દાવાને નકારે છે. ખાસ કરીને અમેરિકી કિસાનો સંબંધિત મુદ્દા પરેશાનીજનક છે. ટેરિફ વોર
વચ્ચે અમેરિકાના કિસાનો મકાઈ અને સોયાબીનના ખરીદદારોની કમીનો સામનો કરી રહ્યા છે. કારણ
કે ચીન દ્વારા અમેરિકી સોયાબીનની ખરીદી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. ચીનના નિર્ણયથી
ટ્રમ્પ મુંજાયા છે અને હવે ચીની રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે મુલાકાત કરશે.
બ્લુમબર્ગના
રિપોર્ટ અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ
જિનપિંગ સાથે અમેરિકી સોયાબીન ખરીદવાના બીજિંગના ઈનકાર મુદ્દે વાતચીત કરશે. તેઓ ચાલુ
મહિનાના અંતમાં આગામી એશિયા પ્રશાંત આર્થિક સહયોગ શિખર સંમેલનમાં જિનપિંગ સાથે મુલાકાત
કરશે અને આ મુલાકાતમાં સોયાબીન મુખ્ય
મુદ્દો
રહેશે.
ટ્રમ્પ
અનુસર ટેરિફ અંગે વાતચીત માટે ચીન સોયાબીન ખરીદી રહ્યું નથી. આ સાથે એવો દાવો પણ કર્યો
હતો કે ટેરિફમાંથી એટલી હદે આવક થઈ છે કે તેનો એક નાનો હિસ્સો કિસાનોને આપી શકાય તેમ
છે. ગયા વર્ષે ચીન અમેરિકા પાસેથી 12 અબજ ડોલરથી વધુ મૂલ્યના સોયાબીનની ખરીદી કરી હતી.
જો કે ચાલુ વર્ષે ટેરિફ બાદ ખરીદી સજ્જડ બંધ થઈ છે.