‘પાક ઝિંદાબાદ’ પોસ્ટ ફોરવર્ડ કરનાર આરોપીને
જામીન આપતાં અલાહાબાદ હાઈકોર્ટનો નિર્દેશ
નવી
દિલ્હી, તા. 2 : અલાહાબાદ હાઈકોર્ટે એક ધ્યાન ખેંચનારા નિર્દેશમાં જણાવ્યું હતું કે,
કોઈ અન્ય દેશનાં સમર્થનમાં પોસ્ટ કરવી એ ભારતની સંપ્રભુતા, એકતાને ખતરામાં નાખવાનો
અપરાધ નહીં લેખાય.
જસ્ટિસ
સંતોષ રાયની ખંડપીઠે સાજિદ ચૌધરી નામે એક આરોપીને જામીન આપતાં આવી ટિપ્ણણી કરી હતી.
સાજિદ પર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’વાળી એક ફેસબુક પોસ્ટ ફોરવર્ડ કરવાનો આરોપ હતો. તેના
વકીલે તર્ક?આપ્યો હતો કે, ચૌધરીએ કોઈ વીડિયો પોસ્ટ કે પ્રસારિત નથી કર્યો. અદાલતે જણાવ્યું
હતું કે, પાકિસ્તાન ઝિંદાબાદવાળી પોસ્ટની એક નકલ ફરિયાદી પક્ષે જોડી તો છે, પરંતુ એવો
કોઈ પુરાવો રજૂ નથી કયો, જેનાથી આરોપીએ ભારતની સંપ્રભુતા જોખમાવે તેવું કૃત્ય કર્યું
હોય.