કોર્ટે
પુર્વ જજ જે.કે.આચાર્યની અરજી ફગાવી
નવી
દિલ્હી તા.ર : ગુજરાત હાઈકોર્ટે એક સખત નિર્દેશ આપ્યો છે કે એક નકારાત્મક ટિપ્પણી જ
જજની ધરાર નિવૃતી માટે પૂરતી છે. કોઈ ન્યાયાધીશ વિરુદ્ધ એક પણ પ્રતિકૂળ ટિપ્પણી અનિવાર્ય
સેવા નિવૃતિ માટે પુરતું છે. કોર્ટે પુર્વ જજ જે.કે.આચાર્યની અરજી ફગાવી દેતાં આવી
ટિપ્પણી કરી હતી. જેમને ર016માં ફરજીયાત રીતે સેવા નિવૃત કરવામાં આવ્યા હતા.
ગુજરાત
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે ન્યાયાધીશે ઈમાનદાર અને ઉચ્ચ નૈતિક મૂલ્યોવાળા હોવું
જોઈએ. કારણ કે તે જનતાના વિશ્વાસનું પદ સંભાળે છે. ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને ન્યાયાધીશ
એલ.એસ. પીરઝાદાની ડિવિઝન બેન્ચે મંગળવારના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જાહેર હિતમાં
અથવા વહીવટના હિતમાં ફરજિયાત નિવૃત્તિનો આદેશ સજા નથી. સમગ્ર સેવા રેકોર્ડમાં એક પણ
બિન સંચારિત પ્રતિકૂળ ટિપ્પણી અથવા શંકાસ્પદ પ્રામાણિકતા જાહેર હિતમાં ન્યાયિક અધિકારીને
ફરજિયાતપણે નિવૃત્ત કરવા માટે
પૂરતી
છે.