સેબીનો સર્વે : 63 ટકા પરિવારો
અવગત છતાં સક્રિય રોકાણકારો ઓછા, શહેરો કરતાં ગામડાંઓમાં રોકાણ ભાગીદારી અડધી
નવી દિલ્હી, તા.3 : સિક્યોરિટીઝ
એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના એક સર્વે અનુસાર, 63 % પરિવારો જાણે છે છતાં માત્ર 9.5% જ નાણંકીય બજારોમાં રોકાણ કરે છે. રોકાણ કરવા અંગે
વધતી જાગૃતિ છતાં પરિવારોનો માત્ર એક નાનો ભાગ એટલે કે માત્ર 9.5% સક્રિય રીતે રોકાણ
કરી રહ્યો છે.
સેબીએ તેનો રોકાણકાર સર્વે
2025 જાહેર કર્યો છે જેમાં ભારતીય પરિવારો નાણાકીય બજારો સાથે કેવી રીતે જોડાય છે ?
તેના પર નજર નાખવામાં આવી છે. એએમએફઆઈ, એનએસઈ, બીએસઈ, એનએસડીએલ અને સીડીએસએલ સાથે હાથ
ધરવામાં આવેલ અને કાંતાર દ્વારા હાથ ધરાયેલો આ સર્વે 400 શહેરો અને 1000 ગામડાઓમાં
90000 થી વધુ પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણ દર્શાવે છે કે 63% ઘરો અથવા
આશરે 21.3 લાખ ઓછામાં ઓછા એક સિક્યોરિટીઝ માર્કેટ પ્રોડક્ટથી વાકેફ છે અને ફક્ત 9.5%
એટલે કે લગભગ 3.2 કરોડ પરિવારો ખરેખર બજારોમાં રોકાણ કરે છે.
શહેરી પરિવારો 15% સાથે વધુ સક્રિય
છે, જ્યારે ગ્રામીણ ભાગીદારી 6% જેટલી છે. દિલ્હીમાં 20.7% સાથે સૌથી વધુ ભાગીદારી
નોંધાઈ છે, ત્યારબાદ ગુજરાતમાં 15.4% છે. સર્વેક્ષણમાં
સામે આવ્યું કે ભારતીય ઘરો ઉચ્ચ વળતર કરતાં મૂડી સંરક્ષણને પ્રાથમિકતા આપવાનું વલણ
ધરાવે છે. લગભગ 80% ઘરો ઓછા જોખમની શ્રેણીમાં આવે છે, 14.7% મધ્યમ અભિગમ અપનાવે છે
અને ફક્ત 5.6% ઉચ્ચ જોખમ સહનશીલતા દર્શાવે છે. 36% રોકાણકારોએ મધ્યમ અથવા ઉચ્ચ બજાર
જ્ઞાન દર્શાવ્યું હતું જ્યારે 64% મર્યાદિત સમજ ધરાવતા હતા.