ગુલમર્ગ, સોનમર્ગના પહાડો પર
સફેદ ચાદર છવાતાં સહેલાણીઓમાં ખુશી
નવી દિલ્હી, તા. 3 : કાશ્મીરમાં
શુક્રવારે મોસમની પહેલી બરફવર્ષા થઇ હતી. ગુલમર્ગ,
સોનમર્ગ અને ગુરેજમાં પહાડોના શિખરો પર બરફનાં સફેદ આવરણથી નયનરમ્ય નજારો રચાયો હતો.
એકતરફ ઊંચાઇવાળા ભાગોમાં બરફવર્ષા
થઇ હતી, તો બીજી તરફ શ્રીનગર સહિત અન્ય મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો.
ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે પૂર્વાનુમાન
કર્યું હતું કે, રવિવારથી બે દિવસ સુધી ખીણમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા થશે.
જોકે, એ પહેલાં જ બરફવર્ષા થઇ
જતાં સહેલાણી સમુદાયમાં ભારે ખુશી ફેલાઇ હતી. સ્થાનિક લોકો માટે તહેવાર જેવો માહોલ
સર્જાઇ ગયો હતો.