તમિલનાડુ,
રાજસ્થાન પછી વધુ એક રાજ્યમાં પગલાં
ભોપાલ
તા.4 : કફ સિરપથી 11 બાળકના મૃત્યુ બાદ તમિલનાડુ અને રાજસ્થાન પછી હવે મધ્યપ્રદેશ અને
કેરળમાં કથિત કફ સિરપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મોહન યાદવે સોશ્યલ
મીડિયા મેસેજથી આ અંગે જણાવ્યું હતુ. મધ્યપ્રદેશે શનિવારે કોલ્ડ્રિફ સિરપના વેચાણ પર
પ્રતિબંધ જાહેર કર્યો હતો. દરમિયાન રાજસ્થાનમાં ડ્રગ કંટ્રોલરને સસ્પેન્ડ કરવામાં આવ્યા
છે. આ પહેલા કેન્દ્ર સરકારે એડવાઈઝરીમાં ર વર્ષ સુધીના બાળકોને કફ સિરપ ન આપવા જણાવ્યું
હતું.
રાજસ્થાનમાં
ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કફ સિરપ અને તેના ઉત્પાદકો કેસોન્સ ફાર્મા, જેનો
જયપુરમાં પ્લાન્ટ છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમિલનાડુના કાંચીપુરમમાં
કોલ્ડ્રિફ નામની દવાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. બાળકોના મૃત્યુ બાદ તમિલનાડુ
સરકારે ગુરુવારે તેના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો. રાજ્યમાં આ દવાનો
જથ્થાબંધ અને છૂટક સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. છિંદવાડામાં જબલપુરની કટારિયા ફાર્માસ્યુટિકલ
કફ સિરપ સપ્લાય કરવામાં આવી હતી.
મધ્યપ્રદેશના
છિંદવાડામાં કપ સિરપ પીધા પછી નવ બાળકોના મૃત્યુ થયા હતા. પહેલો શંકાસ્પદ કેસ 24 ઓગસ્ટે
નોંધાયો હતો. પહેલું મૃત્યુ 7 સપ્ટેમ્બરે થયું હતું. ત્યારબાદ 15 દિવસમાં કિડની ફેલ્યોરને
કારણે એક પછી એક છ બાળકોના મૃત્યુ થયા. સ્વેબના નમૂનામાં ડાયથિલિન ગ્લાયકોલ દૂષણ હોવાનું
સામે આવ્યું હતું.