તાકાઇ
ચીનાએ શિંજિરોને કાંટાની ટક્કરમાં હરાવી દીધા
ટોક્યો,
તા.4 : જાપાનની સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (કઉઙ) એ શનિવારે પોતાના નવા અધ્યક્ષ
તરીકે પૂર્વ આર્થિક સુરક્ષા મંત્રી સાને તાકાઈચીનાને પસંદ કર્યા છે. તાકાઈચીનાએ કૃષિ
મંત્રી શિંજિરો કોઈઝુમીને કાંટાની ટક્કરમાં હરાવી દીધા છે. આ જીત સાથે તાકાઈચીનાનો
દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઈ ગયો છે. સંસદમાં આગામી અઠવાડિયે
થનારા મતદાનમાં કઉઘ કોમેઈતો ગઠબંધનને બહુમતી મળતાં તેમની નિમણૂક નિશ્ચિત માનવામાં આવી
રહી છે.
પ્રથમ
રાઉન્ડના મતદાનમાં તાકાઈચીનાને 183 અને કોઈઝુમીને 164 મત મળ્યા. પરંતુ કોઈને પણ સંપૂર્ણ
બહુમતી ન મળતા તાત્કાલિક બીજા રાઉન્ડના રનઓફનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાકાઈચીનાએ
જીત પ્રાપ્ત કરી. આ નિર્ણય એલડીપીના સાંસદો અને લગભગ દસ લાખ નોંધાયેલા સભ્યોના મતોના
આધારે થયો. એલડીપીના કુલ પાંચ ઉમેદવારોને આ ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા હતા, જેમાં
બે વર્તમાન મંત્રીઓ અને ત્રણ પૂર્વ મંત્રી સામેલ હતા. શરુઆતના રાઉન્ડમાં પ્રમુખ દાવેદારોમાં
તાકાઈચીના, કોઈઝુમી અને મુખ્ય કેબિનેટ સચિવ યોશિમાસા હાયાશીનું નામ સૌથી આગળ માનવામાં
આવી રહ્યું હતું.