અમેરિકામાં
શટડાઉન લંબાયું : બિલને જરૂરી 60 મત મળતા નથી
વોશિંગ્ટન,
તા. 4 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચોથીવાર ફન્ડિંગ બિલ પાસ કરાવવામાં
નિષ્ફળ રહેતાં યુ.એસ.માં શટડાઉન જારી રહ્યું હતું. સંસદના ઉપલા ગૃહ (સેનેટ)માં ટ્રમ્પની
રિપબ્લિક પાર્ટીના બિલનાં સમર્થનમાં પ4 મત નોંધાયા હતા. મતદાન બાદ વિપક્ષી ડેમોક્રેટ્સના
સાંસદોએ ગૃહત્યાગ કર્યો હતો.
ફન્ડિંગ
બિલ પાસ કરવા માટે 60 મતની જરૂર છે, પણ પૂરતા વોટ મળ્યા નહોતા. ડેમોક્રેટ્સના સાંસદોએ
એવી માંગ કરી છે કે, કોરોનાના સમયે અપાયેલી ટેક્સ ક્રેડિટ (આરોગ્ય અંગેની સબસિડી) વધારવામાં
આવે અને લાખો અમેરિકનોને સસ્તો સ્વાસ્થ્ય વીમો મળી શકે.
શટડાઉન
લંબાતાં અનેક વિભાગો બંધ છે. ઘણી સેવાઓ ખોરવાઈ ગઈ છે. રિપબ્લિક નેતા જોન બ્યુનના આક્ષેપ
અનુસાર ડેમોક્રેટ્સ પક્ષે કટ્ટર સમર્થકોનાં દબાણમાં આવીને સરકારનું કામકાજ ખોરવી નાખ્યું
છે.