તિરુવનંતપુરમ, તા.પ : કેરળમાં એક 16 વર્ષના એક કિશોર પર ઓનલાઈન એપનો ઉપયોગ કરીને જાતીય હુમલો કરવામાં આવ્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. આ કેસ ડાટિંગ એપ્સના જોખમોને ઉજાગર કરે છે.
પોલીસે સરકારી કર્મચારીઓ સહિત
14 લોકો પર કિશોર પર જાતીય હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓએ એપ દ્વારા છોકરા
સાથે મિત્રતા કરી અને બાદમાં તેને હેરાન કર્યો હતો. ગયા મહિને પોલીસ દ્વારા જ્યારે
તપાસ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે કિશોર લગભગ બે વર્ષથી ઓનલાઈન પ્લેટફોર્મ પર સક્રિય
હતો અને નકલી પ્રોફાઇલનો ઉપયોગ કરતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ડિજીટલ
ડિ એડિકશન કાર્યક્રમ દરમિયાન આવા કિસ્સાઓ વારંવાર નોંધાય છે. ડી-ડીએડી એક પહેલ છે જેનો
હેતુ ઓનલાઈન ગેમ્સ, સોશિયલ મીડિયા અને પોર્નોગ્રાફીના વ્યસની બાળકોને ઓળખવા અને તેમને
આ વ્યસન દૂર કરવામાં મદદ કરવાનો છે. માર્ચ 2023 અને જુલાઈ 2025 વચ્ચે ડિજીટલ વ્યસનના
1992 કેસ ઉકેલ્યા છે. જેમાંથી 571 કેસ એવા બાળકો સાથે સંકળાયેલા હતા જે ઓનલાઈન ગેમ્સના
વ્યસની હતા. નોડલ ઓફિસર અને જિલ્લા કેન્દ્રના સંયોજક સૂરજ કુમાર એમ.બી.એ જણાવ્યું હતું
કે છોકરાઓ મોટાભાગે ઓનલાઈન ગેમ્સના વ્યસની છે, જ્યારે છોકરીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
તરફ વધુ આકર્ષાય છે. સગીરો દ્વારા ડાટિંગ એપ્સનો વધતો દુરુપયોગ એક ગંભીર પડકાર છે.