• સોમવાર, 10 નવેમ્બર, 2025

NDAમાં બેઠક વહેંચણી : BJP-JDUને બરાબર બેઠક

101-101 બેઠક ઉપર લડશે ભાજપ અને જેડીયુ, ચિરાગ પાસવાનને મળી 29 સીટ : આજે મહાગઠબંધન દ્વારા થશે સીટ શેરિંગનું એલાન

પટણા, તા. 12 : બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને એનડીએ દ્વારા બેઠકની વહેચણીનું એલાન કરવામાં આવી ગયું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારની જેડીયુ અને ભાજપએ 101-101 બેઠક પોતાની પાસે રાખી છે. જ્યારે ચિરાગ પાસવાનની એલજેપીને 29 બેઠક મળી છે. ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાને 6 અને જીતનરામ માંઝીની હમને પણ 6 બેઠક મળી છે. એનડીએમાં સીટ શેરિંગ ફોમ્યૂલાની ઘોષણા પ્રેસ કોન્ફરન્સમાં નહી પણ ગઠબંધનના નેતાઓએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે કરી છે. જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા, આરેલએમ ચીફ ઉપેન્દ્ર કુશવાહા, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અને બિહાર ભાજપ અધ્યક્ષ દિલીપ જયસ્વાલ સહિત અન્ય નેતાઓએ ટ્વીટ મારફતે બેઠક વહેચણીનો નિર્ણય જાહેર કર્યો હતો.  આ દરમિયાન આરજેડીના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો છે કે મહાગઠબંધનમાં બધું બરાબર છે અને આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ થશે જેમાં બધુ સ્પષ્ટ થઈ જશે. આ દરમિયાન આરજેડી, કોંગ્રેસ, લેફટ સહિત તમામ સાથી દળો વચ્ચે બેઠક વહેચણીની ઘોષણા કરી દેવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025