• સોમવાર, 10 નવેમ્બર, 2025

અમેરિકા કરે છે ભારતની જાસૂસી ?

-દરિયામાં ઓશિયન ટાઈટન ઉતાર્યું : ભારતની મિસાઈલથી જગત જમાદાર ડરી ગયું

નવી દિલ્હી, તા. 13 : ભારત દ્વારા આગામી તા. 15થી 17 સુધી બંગાળની ખાડીમાં 3550 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલનું પરીક્ષણ હાથ ધરાવાનું છે, જેના પગલે ચીન બાદ હવે અમેરિકાએ પણ તેના યુદ્ધ જહાજને હિંદ મહાસાગરમાં ઊતાર્યું છે.

એક મીડિયા હેવાલ મુજબ, ડીઆરડીઓ દ્વારા 15-17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં 3550 કિમી સુધીની મારક ક્ષમતા ધરાવતી મિસાઈલનું પરીક્ષણ હાથ ધરવા પહેલાં ખાડી ઉપરના ક્ષેત્રને ડેંજર ઝોન ઘોષિત કરતાં નોટમ અને મેરિટાઈમ સિક્યોરિટી નોટિફિકેશન જારી કર્યા હતા, જે પછી ચીન માલેથી ભારતના આ મિસાઈલ પરીક્ષણ પર નજર રાખી રહ્યું છે, તો અમેરિકાએ પણ પોતાના ઓસિયન ટાઈટન યુદ્ધ જહાજને હિંદમહાસાગરમાં મોકલ્યું છે. હાલમાં જ અમેરિકાના આ યુદ્ધ જહાજને માલદીવની રાજધાની માલેમાં જોવામાં આવ્યું હતું.

ચીની યુઆન વાંગ પાંચ મિસાઈલ અને ઉપગ્રહ ટ્રેકિંગ સિસ્ટમનો મહત્ત્વનો હિસ્સો છે અને રોકેટ, સેટેલાઈટની સાથોસાથ બેલેસ્ટિક મિસાઈલોને ટ્રેક કરવામાં સક્ષમ છે, જેને વર્ષ 2007માં ચીની નેવીમાં સામેલ કરાયું હતું, જે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં કાર્યરત છે, તો અમેરિકાના ઓસિયન ટાઈટનને 1989માં વિકસિત કરાયું હતું, જેમાં ડીઝલ-ઈલેક્ટ્રિક એન્જિન અને સર્વેક્ષણ ઉપકરણ લગાવાયા છે. એવું મનાઈ રહ્યું છે કે, અમેરિકા તેનો ઉપયોગ સમુદ્ધી દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે કરે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025