-બોમ્બે હાઈકોર્ટનો આદેશ: અકસ્માતે મૃત્યુ થશે તો રસ્તો બનાવનાર એજન્સી ચૂકવશે વળતર
નવીદિલ્હી,તા.13:
મહારાષ્ટ્રમાં રસ્તાઓ ઉપર ખાડા અને ગાબડાંનાં હિસાબે થતાં માર્ગ અકસ્માતોમાં લોકોનાં
મૃત્યુની ઘટનાઓ ઉપર કડક વલણ અપનાવતા બોમ્બે હાઈકોર્ટે ચેતવણી આપી છે કે, હવે રસ્તા
ઉપર ખાડાનાં કારણે કોઈનું પણ મૃત્યુ થશે તો તમામ નગર નિગમો અને માર્ગ નિર્માણની એજન્સીઓમાં
સમિતિઓ બનાવવી પડશે. આટલું જ નહીં પણ મૃતકોનાં પરિજનોને 50 હજારથી લઈને 2.50 લાખ રૂપિયા
સુધીનું વળતર પણ ચૂકવવું પડશે.
અદાલતે
કહ્યું હતું કે, જે સમિતિ બનશે તે મીડિયા સહિત ક્યાંયથી પણ આવી કોઈ જાણકારી મળશે તો
તેનું સંજ્ઞાન લેશે. મૃતકોને વળતર પેટે ચૂકવવાની રાશિ પણ રસ્તા બનાવનારી એજન્સી કે
ઈજારેદારનાં ભંડોળમાંથી જ ચૂકવવામાં આવશે. એટલે કે, રસ્તા ઉપર ખાડાની જવાબદારી તેને
બનાવનાર ઠેકેદારે લેવાની રહેશે. આવા ઠેકેદારો અને અધિકારીઓ સામે કડક દંડાત્મક કાર્યવાહી
કરવામાં આવશે. રસ્તા ઉપર ખાડાની જાણ થતાં 48 કલાકમાં તે બૂરી દેવામાં નહીં આવે તો પણ
કાર્યવાહી કરવામાં આવશે.