-આરોપો ઘડવાનો આદેશ : ખટલાનો સામનો કરવો પડશે
નવીદિલ્હી,તા.13:
લાલુપ્રસાદ યાદવ અને તેમનાં પરિવારને આઈઆરસીટીસી કૌભાંડમાં મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની
રાઉઝ એવન્યુ કોર્ટે આઈઆરસીટીસીમાં કથિત ગેરરીતિ અને ભ્રષ્ટાચારનાં કેસમાં આરોપ ઘડવાનો
આદેશ આપ્યો છે. અદાલત તરફથી લાલુ યાદવને પૂછવામાં
આવ્યું હતું કે, શું તમે તમારો અપરાધ માનો છો? જેને પગલે લાલુ અને રાબડી દેવી સહિત
તેજસ્વી તરફથી પોતાનાં ઉપરનાં આરોપોનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો. આ તમામ તરફથી
મુકદ્દમાનો સામનો કરવાની તૈયારી દેખાડવામાં આવી હતી. આમ, બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા
જ લાલુનાં પરિવારને મોટો આંચકો લાગ્યોછે. જેની અસર હવે ચૂંટણીમાં પણ જોવા મળશે.