• સોમવાર, 10 નવેમ્બર, 2025

જનસંખ્યા નીતિ ઝડપથી લાવવાની જરૂર : છજજ

દત્તાત્રેય હોસબાલે અનુસાર જનસંખ્યામાં અસંતુલન નવી નીતિથી જ દૂર થશે

 

નવી દિલ્હી, તા. 2 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલેએ કેન્દ્ર સરકાર સમક્ષ જનસંખ્યા નીતિ ઝડપથી તૈયાર કરવાની અપીલ કરી છે. જેથી જનસંખ્યાના અસંતુલનને સુધારી શકાય. હોસબાલેએ મધ્યપ્રદેશના જબલપુરમાં સંઘની અખિલ ભારતીય કારોબારી બેઠકના અંતિમ દિવસે આ નિવેદન આપ્યું હતું. તેમણે પત્રકારોને કહ્યું હતું કે સરકારે ખુલ્લા મંચ ઉપર અને સંસદમાં પણ ઉલ્લેખ કર્યો છે. જનસંખ્યા નીતિ જેટલી ઝડપથી તૈયાર થશે તેટલો જ વધારે લાભ થશે.

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જનસાખ્યિકીય પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. જેનો ઉકેલ લાવવા એક ઉચ્ચ સ્તરના મિશનની ઘોષણા કરી હતી. આવી જ રીતે ફેબ્રુઆરી 2024મા લોકસભા ચૂંટણી પહેલા વચગાળાના બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જનસંખ્યા નીતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં તીવ્ર જનસંખ્યા વૃદ્ધિ અને પરિવર્તનના પડકારો ઉપરર વિચાર કરવા એક ઉચ્ચ સ્તરની સમિતિની ઘોષણા કરવામાં આવી હતી. પ્રસ્તાવિત મિશન કે સીતારમણની ઘોષણા બાદ હવે દત્તાત્રેય હોસબાલેનું નિવેદન સામે આવ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

2028 ઓલિમ્પિકમાં ભારત-પાકિસ્તાનની ટક્કર નહીં આઇસીસીના નવા ક્વોલીફિકેશન નિયમ જાણવા જેવા November 10, Mon, 2025

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025