બિહારમાં જનસભાઓ ગજવતાં વડાપ્રધાનના પ્રહાર: કોંગ્રેસ પર રાજદને હરાવવાના પ્રયાસનો આરોપ
નવી
દિલ્હી, તા.3 : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે
કટિહારમાં સભા દરમ્યાન કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેના પર રાષ્ટ્રીય જનતા દળને હરાવવાનો
પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે રાજદ-કોંગ્રેસના પોસ્ટરોમાંથી
તેમના જૂના નેતાઓની તસવીરો ગાયબ છે. રાજદના પોસ્ટરોમાંથી કોંગ્રેસ ગુમ છે.
રાહુલ
ગાંધીનું નામ લીધા વિના પીએમે કહ્યું કે કોંગ્રેસના નામદારે છઠ્ઠના મહાપર્વને એટલે
પણ નાટક બતાવ્યું જેથી બિહારના લોકો રાજદ પર પોતાનો ગુસ્સો કાઢે. કોંગ્રેસના મોટા નેતાઓનાં
નિવેદનો પણ તમે સાંભળ્યાં હશે. અલગ-અલગ રાજ્યમાં કોંગ્રેસના નેતાઓ પાસે બિહારના લોકો
માટે અપમાનજનક વિધાનો બોલાવવામાં આવી રહ્યાં છે.
કોંગ્રેસ
જાણે છે કે આ વખતે પણ જો રાજદ હારશે તો તેની રાજનીતિ સમાપ્ત થઈ જશે અને તો કોંગ્રેસ
તેની મતબેન્ક પર કબજો લઈ લેશે. ડબલ એન્જિનની એનડીએ સરકારનો સૌથી મોટો ફાયદો એ છે કે
દિલ્હી અને બિહારથી નીકળેલો એક-એક રૂપિયો સીધો તમારા બેન્ક ખાતામાં જાય છે. કોઈ તેને
લૂંટી શકતા નથી એમ મોદીએ
જણાવ્યું
હતું.
આ પહેલાં
સહરસામાં જનસભા દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ઈચ્છતી ન હતી કે બિહારના
સીએમ પદે રાજદના નેતા હોય. રાજદે પણ કોંગ્રેસ પાસેથી ધરાર સીએમ પદની ઉમેદવારી
છીનવી
છે.
આ પછી
કોંગ્રેસના નેતાઓ ગુસ્સામાં છે. કોંગ્રેસ પાસે ખોવા માટે કંઈ છે જ નહીં એટલે તેઓ રાજદને
ડૂબાડવાની તૈયારીમાં છે એમ મોદીએ કહ્યું હતું.