ગાઈડેડ મિસાઈલથી હુમલો : ભારે ખાનાખરાબી, 4નાં મૃત્યુ
નવી
દિલ્હી, તા.3: ગાઝામાં યુદ્ધવિરામ લાગુ થયા છતાં ઈઝરાયલે હમાસનાં અનેક ઠેકાણે હુમલાઓ
જારી રાખ્યા છે. આ દરમિયાન હવે ઈઝરાયલનું ધ્યાન લેબનાન ઉપર પણ કેન્દ્રિત થયું છે. ત્યાં
હિઝબુલ્લાહનાં કારણે પહેલાથી જ તનાવપૂર્ણ હાલત બનેલી છે. જે દરમિયાન ઈઝરાયલે લેબનાનમાં
જોરદાર હવાઈ હુમલો બોલાવી દીધો છે અને તેમાં 4 લોકો મરાયા છે.
લેબનાનનાં
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલી હવાઈ હુમલામાં ચારનાં
મૃત્યુ અને અન્ય ત્રણ ઘાયલ થયા છે. ઈઝરાયલે આ હુમલો નબાતિહ જિલ્લાનાં કફરસિર શહેરને
નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલે આ હુમલો કરવા માટે ગાઈડેડ મિસાઈલનો ઉપયોગ કર્યો હોવાનું
કહેવામાં આવે છે. સ્થાનિક માધ્યમોનાં અહેવાલો અનુસાર આ હુમલામાં ભારે ખાનાખરાબી થઈ
હતી.