• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

અફઘાનમાં 6.3નો ભૂકંપ : સાતનાં મૃત્યુ

મઝાર એ શરીફ પાસે આવેલા ભૂકંપનો અનુભવ કાબુલ સુધી થયો

કાબુલ, તા. 3 : અફઘાનિસ્તાનમાં સોમવારે વ્હેલી સવારે ભૂકંપ આવતા દહેશત ફેલાઈ હતી. અમેરિકી જીયોલોજીકલ સરવેના અનુસાર રિક્ટર સ્કેલ ઉપર ભુકંપની તીવ્રતા 6.3 મેગ્નીટયુડની નોંધાઈ હતી. આ મુકંપમાં ઓછામાં ઓછા સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપ અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવ્યો હતો. અફઘાનના પૂર્વી હિસ્સામાં બે મહિના પહેલા જ આવેલા ભૂકંપમાં 2,200 લોકોએ જીવ ગુમાવ્યો હતો.  અમેરિકી જીયોલોજીકલ સરવે અનુસાર ત્રીજી નવેમ્બરે આવેલા ભૂકંપનું કેન્દ્ર બિંદુ મઝાર એ શરીફ શહેર પાસે ખોલ્મમાં જમીનથી 28 કિમીન ઉંડાઈએ હતું. આ ભૂકંપનો અનુભવ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સુધી થયો હતો. મઝાર એ શરીફ શહેરમાં લોકો ઉંઘમાંથી ઉઠીને રસ્તા તરફ દોડયા હતા. પ્રારંભિક રિપોર્ટ અનુસાર ભૂકંપમાં સાત લોકોએ જીવ ગુમાવ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક