જરૂર સામેલ થઈશ : ગિરિરાજ
પટણા,
તા. 4 : બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચાર પડઘમ મંગળવારે શાંત થયા
હતા, તે વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના લગ્નની ચર્ચાએ જોર પકડયું છે.
દરમિયાન, કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે કટાક્ષ કરતાં કહ્યું હતું
કે, જો કોંગ્રેસના યુવરાજના લગ્ન થશે તો તે જરૂર તેમાં સામેલ થશે. ગિરિરાજસિંહે કોંગ્રેસ અધ્યક્ષના ભાષણની વીડિયો
ક્લિપ બતાવતાં કહ્યું હતું કે, કોંગ્રેસના યુવરાજ (રાહુલ ગાંધી)ના જ્યારે પણ લગ્ન થશે,
ત્યારે તે જરૂર સામેલ થશે.