નવી દિલ્હી, તા.4 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીન3ાu અસર દેખાવા લાગી છે. ભારતે રશિયન ક્રૂડની ખરીદી ઘટાડી નાખતા સપ્લાય ઓછી થઈ છે. જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે.
22
ઓક્ટોબરે રશિયન ક્રૂડ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધની અમેરિકાની જાહેરાત
બાદ ભારતમાં રશિયન સપ્લાયમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક કોમોડિટી ડેટા
અને એનાલિટિક્સ પ્રદાતા કેપ્લરના કામચલાઉ ટેન્કર ડેટા અનુસાર 27 ઓક્ટોબરે પૂરા થયેલા
સપ્તાહમાં ભારતમાં રશિયન ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 11.9 લાખ બેરલ પ્રતિ દિવસ રહી છે
જે પાછલા બે અઠવાડિયામાં દરરોજ 19.5 લાખ બેરલ કરતા નોંધપાત્ર રીતે ઓછી છે. 27 ઓક્ટોબરે
પૂરા થયેલા સપ્તાહમાં રોઝનેફ્ટની ભારતમાં તેલ નિકાસ ઘટીને 8.1 લાખ બેરલ પ્રતિ દિવસ
થઈ ગઈ છે જે પાછલા સપ્તાહે 14.1 લાખ બેરલ પ્રતિ દિવસ હતી. આ સમયગાળા દરમિયાન લુકોઇલે
ભારતમાં કોઈ શિપમેન્ટ નોંધ્યું નથી.