નવી દિલ્હી, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશની બધી સરકારી કંપનીઓ વેચી દીધી છે, બધું ઉદ્યોગપતિઓને આપી દીધું છે તેમ બિહાર ચૂંટણી પ્રચાર અભિયાન વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઔરંગાબાદમાં એક જનસભા દરમિયાન કહ્યું હતું.
એક
મીડિયા હેવાલ મુજબ, રાહુલે કહ્યું હતું કે, તમે ગમે તેટલું ભણી લ્યો, પણ પરીક્ષાના
દિવસે જ પેપર લીક થઈ જશે, પરંતુ અમે બિહારમાં આવું થવા નહીં દઈએ. દેશમાં બે હિન્દુસ્તાન
બની ગયા છે. એક અબજપતિઓ અને સૂટ-બૂટવાળાઓ માટે અને બીજો ગરીબો, ખેડૂતો અને મજૂરોનો.
સભાને
સંબોધન દરમિયાન, કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં કહ્યુંં હતું કે, મોદીજી
અબજપતિઓના લગ્નોમાં જાય છે, પરંતુ ક્યારેય કોઈ ખેડૂતને ગળે લાગતા કે મજૂરનો હાથ પકડતાં
તમે જોયા છે, તેવો સવાલ લોકોને કર્યો હતો. જો બંધારણ નહીં બચે તો દેશમાં માત્ર મોદી
અને ઉદ્યોગપતિઓ જ બચશે. બધાનો હક્ક છીનવાઈ જશે તેમ રાહુલે કહ્યું હતું.
આ તકે
વિપક્ષના નેતાએ વાયદો કર્યો હતો કે, બિહારમાં ઈન્ડિયા જોડાણની સરકાર રચાશે તો નાલંદા
યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય શિક્ષણ સંસ્થાઓ બનાવશે.