• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ડોક્ટરના લોકરમાંથી મળી AK-47

કાશ્મીરમાં પૂર્વ સરકારી ડોકટરના કરતૂત, પોલીસ ચોંકી

 

શ્રીનગર, તા.8 : શ્રીનગરમાં એ સમયે પોલીસ ચોંકી ઉઠી જયારે અનંતનાગના પૂર્વ સરકારી ડોક્ટર આદિલ અહમદ રદરના લોકરમાંથી એકે-47 રાઈફલ મળી આવી હતી. આદિલે 24 ઓક્ટોબર, 2024 સુધી જીએમસી અનંતનાગમાં સેવા આપી હતી. તે જલગુંડ અનંતનાગનો રહેવાસી છે.

નૌગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (ઞઅઙઅ) હેઠળ Bિઍંછ નંબર 162/2025 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અને તપાસ એજન્સીઓ આ બાબતની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આદિલ સામે આવા હથિયાર રાખવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તેના કબજામાંથી જપ્ત કરાયેલા હથિયાર અને અન્ય પુરાવાઓની સમીક્ષા કરશે અને કડક કાર્યવાહી કરશે.  ડોક્ટરના લોકરમાંથી એકે-47 રાઈફલ મળી આવવી એ સુરક્ષા દળો માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક