• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

પાકિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર : તાલિબાન શાંતિ મંત્રણા પડી ભાંગતા અફઘાન સરકારની ખુલ્લી ધમકી

કાબુલ, તા.9 : શાંતિ મંત્રણા પડી ભાંગ્યા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પાકિસ્તાનને યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ફરી એકવાર તંગ બની છે. તાલિબાન સરકારે પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે અફઘાનિસ્તાન કોઈપણ પ્રકારની આક્રમકતાને સહન કરશે નહીં. જો પાકિસ્તાન યુદ્ધ ઈચ્છતું હોય તો અમે તૈયાર છીએ.

તાલિબાને સ્પષ્ટપણે કહ્યું કે તેની ભૂમિનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ કરવામાં આવશે નહીં. તાલિબાનના પ્રવક્તાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અફઘાનિસ્તાનના લોકો અને તેની ભૂમિનું રક્ષણ કરવું એ ઇસ્લામિક અમીરાતનું ધાર્મિક અને રાષ્ટ્રીય કર્તવ્ય છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તહેરિક-એ-તાલિબાન પાકિસ્તાન પર બન્ને દેશો વચ્ચે સરહદી અથડામણો અને વિવાદો વધી રહ્યા છે. તાલિબાને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાની સૈન્યના તત્ત્વો ખોટા બહાના હેઠળ અફઘાનિસ્તાન સામે તણાવ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

8 નવેમ્બરના રોજ એક નિવેદનમાં તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે પાકિસ્તાની સૈન્યના તત્ત્વો પર અફઘાન વિરોધી નીતિઓ અપનાવવાનો અને ખોટા બહાના હેઠળ તણાવ પેદા કરવાનો આરોપ લગાવ્યો હતો. તાલિબાને કહ્યું કે આવા કોઈપણ પ્રયાસનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક