• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

SIR વોટ ચોરી છુપાવવાની વ્યવસ્થા : રાહુલ એમપીમાં કોંગ્રેસની જિલ્લાધ્યક્ષોની બેઠક પહેલા રાહુલના આરોપ

નવી દિલ્હી, તા. 9 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા માટે નર્મદાપુરમના પહાડી શહેર પચમઢી પહોંચ્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે એસઆઈઆર પ્રક્રિયા વોટચોરી છુપાવવા માટઠે અને તેને સંસ્થાગત બનાવવાનો એક પ્રયાસ છે.

રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે હરિયાણાની જેમ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં વોટચોરી કરવામાં આવી છે. વોટ ચોરી એક મુદ્દો છે અને હવે એસઆઈઆર દ્વારા તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા નવ રાજ્ય અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જેને લઈને રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હરિયાણા અંગે પોતે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું. જેના અનુસાર 25 લાખ વોટ ચોરી કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક