આરોપ ખોટા લેખાવી રાજદનેતા પર કાર્યવાહી કરવાની કેસરિયા પક્ષની માંગ
નવી દિલ્હી, તા. 10 : રાજદનેતા
તેજસ્વી યાદવના એક નિવેદન બદલ ભાજપે સોમવારે યાદવ સામે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરી
હતી.
કેસરિયા પક્ષે ફરિયાદમાં કહ્યું
હતું કે, તેજસ્વી યાદવે દેશના ગૃહમંત્રી અમિત શાહ પર મૂકેલા આરોપ સદંતર ખોટા અને ઉપજાવી
કાઢેલા છે. મતદાતાઓને ભ્રમમાં નાખવાની સાથે અમિત શાહની છબી ખરાબ કરવાની કોશિશ રાજદનેતાએ
ખોટા આરોપ મૂકીને કરી છે, તેવું ભાજપ નેતા કૃષ્ણકુમાર કલ્લુએ જણાવ્યું હતું. તેજસ્વી
પાસેથી શાહ પર આરોપના આધાર માગવા સાથે રાજદનેતા પર કડક કાર્યવાહી કરવાની માંગ પણ કેસરિયા
પક્ષે ચૂંટણીપંચ સમક્ષ કરી હતી.