• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

એકસાથે 37 નક્સલવાદી શરણે

રાયપુર, તા. 30 : છત્તીસગઢના દંતેવાડામાં રવિવારે કુલ્લ 65 લાખના ઈનામી એવા 37 નકસલવાદી એકસાથે શરણે થયા હતા. સાથે 26 જવાનોની શહીદીના જવાબદાર ભીમાએ પણ હથિયાર હેઠાં મૂકી દીધા હતા.

સુરક્ષા દળો સામે સમર્પણ કરનાર આ ખતરનાક નકસલવાદીઓમાં 12 મહિલા પણ સામેલ છે.

દંતેવાડાના પોલીસવડા ગૌરવ રાયે કહ્યું હતું કે, ‘પુનામાર્ગેમ’ (પુનર્વસનથી સામાજિક એકીકરણ) પહેલ હેઠળ માઓવાદીઓ મુખ્ય પ્રવાહમાં સામેલ થવા તૈયાર થયા છે. પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ તમામ 37 નકસલીએ શત્રો સહિત સમર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સરકારની પુનર્વસન નીતિ હેઠળ શરણે થયેલા તમામ નકસવાદીને 50 હજાર રૂપિયાની તાત્કાલિક સહાય અપાશે. પોલીસના જણાવ્યાનુસાર છેલ્લા 23 મહિનામાં 2200થી વધુ નકસલીઓએ આત્મસમર્પણ

કર્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક