• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભારતીયોના વિઝામાં બાંગ્લાદેશની કડકાઈ

કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં સેવાઓ પર પ્રતિબંધ

ઢાકા, તા.8 : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વિઝાને લઈને તણાવ વધી ગયો છે. બાંગ્લાદેશે ભારતીય નાગરિકો માટે વિઝા પ્રતિબંધો વધુ કડક કરતાં ગુરુવારથી કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં તેના ડેપ્યુટી હાઈ કમિશનમાં વિઝા સેવાઓ પર પ્રતિબંધ લાદ્યો છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે બુધવારે રાત્રે સંબંધિત મિશનને આ નિર્ણયની જાણ કરી હતી. મંત્રાલયે વિઝા સેવાઓમાં ઘટાડા માટે સુરક્ષા કારણોનો ઉલ્લેખ કર્યો હતો. નવી સિસ્ટમ હેઠળ વ્યવસાય અને રોજગાર વિઝા સિવાયના તમામ શ્રેણીના વિઝા સ્થગિત કરવામાં આવ્યા છે. કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશનમાં કોન્સ્યુલર અને વિઝા સેવાઓ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે. મુંબઈ અને ચેન્નાઈમાં પ્રવાસી વિઝા સહિત અન્ય વિઝા સેવાઓ પણ સ્થગિત કરવામાં આવી છે. કોલકાતા મિશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં ફક્ત વ્યવસાય અને રોજગાર વિઝા પર પ્રક્રિયા કરવામાં આવી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક