• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

તિરુપતિના દર્શન માટે હવે ઓનલાઈન ટિકિટ સુવિધા

નવી દિલ્હી, તા. 8 : તિરુમાલા તિરુપતિના દર્શન માટે હવે લાઈનમાં રહીને ટિકિટ લેવાની જરૂરીયાત રહેશે નહી. હવે દર્શન માટે શ્રદ્ધાળુઓ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. શ્રીવની ટ્રસ્ટે ટ્રાયલ તરીકે ઓનલાઈન ટિકિટની સુવિધા શરૂ કરી છે.

તિરુપતિ મંદિરના ટ્રસ્ટ તરફથી જાણકારી આપવામાં આવી છે કે દરરોજ સવારે નવ વાગ્યાથી ઓનલાઈન ટિકિટ બુક થઈ શકશે. જ્યારે ઓનલાઈન ટિકિટનું બુકિંગ બે વાગ્યે બંધ થઈ જશે. આ ટિકિટ મારફતે શ્રદ્ધાળુ સાંજે ચાર વાગ્યા સુધી દર્શન કરી શકશે. ઓનલાઈન બુકિંગની સુવિધા 9 જાન્યુઆરીથી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક