• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

માર્ગ અકસ્માતો રોકશે વી ટૂ વી ટેકનિક

કેન્દ્રીય મંત્રી ગડકરી દ્વારા રજૂ, વાહનો વચ્ચે થઈ શકશે વાયરલેસ સંવાદ

નવી દિલ્હી, તા.9 : કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતોને રોકવા માટે વાહન-થી-વાહન (વી ટૂ વી) કોમ્યુનિકેશન વાયરલેસ ટેકનોલોજી રજૂ કરવા માટે કામ કરી રહી છે.

વી ટૂ વી કોમ્યુનિકેશન ટેકનોલોજી વાહનોને એકબીજા સાથે સીધી વાતચીત કરવા સક્ષમ બનાવશે જેથી ડ્રાઇવરોને ગતિ, સ્થિતિ, પ્રવેગ, બ્રાકિંગ અને બ્લાઇન્ડ સ્પોટમાં અન્ય વાહનોની હાજરી વિશે રીઅલ-ટાઇમ ચેતવણીઓ મળશે. ડ્રાઇવરોને સમયસર પગલાં લેવા અને અકસ્માતોનું જોખમ ઘટાડવા સક્ષમ બનાવશે. આ હેતુ માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ સાથે એક સંયુક્ત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ગડકરીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની વાર્ષિક બેઠક પછી યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ટેલિકોમ્યુનિકેશન વિભાગે વી ટૂ વી કોમ્યુનિકેશન માટે 30 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ (5.875-5.905 ગીગીહર્ટ્ઝ) ના ઉપયોગ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ટેકનોલોજી સ્થિર વાહનો અને ટ્રાફિકમાં પાછળથી આવતા વાહનો સાથે થતા અકસ્માતોને રોકવામાં અસરકારક સાબિત થશે. સરકાર રોડ એન્જિનિયારિંગમાં સુધારો કરીને, કાયદાઓનો કડક અમલ કરીને અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન માટે દંડ વધારીને માર્ગ અકસ્માતથી થતા મૃત્યુ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક