• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

ભારતીય નૌકાદળ બંગાળના હલ્દિયામાં બનાવશે બેઝ

બંગલાદેશ અને ચીન ઉપર રહેશે ચાંપતી નજર : નાના અને ઝડપી જહાજોને બંગાળની ખાડી નજીક તૈનાત કરવામાં આવશે

નવી દિલ્હી, તા. 10 : ભારતીય નૌકાદળ પશ્ચિમ બંગાળના હલ્દિયામાં એક નવું નૌસૈનિક બેઝ સ્થાપિત કરવાનું કામ શરૂ કરી રી છે. આ બેઝ ઉત્તરીબંગાળની ખાડીમાં ભારતની સમુદ્રી હાજરી ખુબ જ મજબૂત કરશે. ખાસ કરીને ચીની નૌકાદળની વધતી ગતિવિધિ, બંગલાદેશથી સમુદ્રમાં ઘૂસણખોરી અને પાકિસ્તાન સાથે બદલતી ક્ષેત્રી સ્થિતિના હાલત વચ્ચે આ નિર્ણય ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

હલ્દિયા કોલકાતાથી અંદાજીત 100 કિમી દુર હુગલી નદી

ઉપર સ્થિત છે. જ્યાંથી બંગાળની ખાડીમાં સીધી પહોંચ છે. આ બેઝ હજી સુધી નામિથત થયું નથી પણ તેને નૌસૈનિક ડિટેચમેન્ટ (નૌસૈનિક ચોકી) કહેવામાં આવી રહ્યું છે. આ એક મોટો કમાન્ડ નહી હોય પણ નાનો બેઝ હશે. જેમાં અંદાજીત 100 અધિકારી અને સૈનિક તૈનાત રહેશે. વર્તમાન હલ્દિયા ડોક કોમ્પ્લેક્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં શરૂઆતમાં એક વિશેષ જેટી અને શોર સપોર્ટ સુવિધા તૈયાર કરવામાં આવશે. જેનાથી બેઝ ઝડપથી તૈયાર થઈ જશે અને નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત રહેશે નહી.

આ બેઝન બનતા હુગલી નદીથી કોલકાતા સુધીની લાંબી મુસાફરીથી બચી શકાશે અને બંગાળની ખાડી સુધીની પહોંચ ઝડપી બની જશે. નવો બેઝ મુખ્ય રીતે ઝડપથી જહાજો માટે હશે. જેમાં ન્યુ વોટર જેટ ફાસ્ટ એટેક ક્રાફ્ટસ તૈનાત થશે. જેમાં મશિન ગન, લૂટરિંક મુનિશન વગેરે સજ્જ કરી શકાય છે. બેઝ સક્રિય બનતા ભારતને બંગાળની ખાડીમાં ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા મળશે. આ ઉપરાંત ઘૂસણખોરી, તસકરી અને સમુદ્રી ડકૈતી તેમજ આફતના સમયે રાહત મળી શકશે. ક્ષેત્રમાં ભારતની પ્રમુખ સુરક્ષા પ્રદાતા તરીકેની ભૂમિકા પણ વધારે મજબૂત થઈ જશે. હલ્દિયા બેઝ ભારતીય નૌકાદળના પૂર્વ તટે વિસ્તારની યોજનાનો હિસ્સો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક